વિધાનસભામાં નાણાવટી-મહેતા તપાસપંચ રિપોર્ટ રજૂ, તત્કાલીન CM નરેન્દ્ર મોદીને ક્લીનચીટ
Live TV
-
રાજકીય આગેવાન સ્વ.અશોક ભટ્ટ, ભરત બારોટ અને સ્વ. હરેન પંડ્યાને પણ ક્લિનચીટ , 3 IPSની નકારાત્મક ભૂમિકા
આજરોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા પંચનો 2002 ગોધરાકાંડનો અઢી હજાર પાનાનો રિપોર્ટ ગુજરાત વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો..આ રિપોર્ટ મુજબ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીન, સ્વર્ગસ્થ હરેન પંડ્યા, સ્વ.અશોક ભટ્ટ અને ભરત બારોટને ક્લીનચીટ આપી છે..આ અંગે ગૃહરાજ્યમંત્રીએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે 2002 ગોધરાકાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે..રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે ઘટના બની ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઘટનાની માહિતી મેળવવા સ્થળ પર મુલાકાતે ગયા હતા..આ કોઈ ખાનગી બાબત ન હતી..આ અંગે તેમના અધિકારીઓને પણ જાણકારી હતી..એટલે ખાનગી મુલાકાતના આરોપો પંચ દ્વારા ક્લીયર કરી દેવાયા છે.
આ રિપોર્ટમાં સ્વર્ગસ્થ હરેન પંડ્યા, સ્વ.અશોક ભટ્ટ અને ભરત બારોટને ક્લીનચીટ આપવામાં આવી છે..ગૃહરાજ્યમંત્રીએ રિપોર્ટને ટાંકતા જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક હોવાની રહી હતી..જેમાં આર.બી.શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક રહી હતી..રિપોર્ટ પ્રમાણે ગોધરાકાંડના દિવસોમાં અપાયેલા બંધનું એલાન ગુજરાત સરકારે નહોતુ આપ્યુ..તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાબરમતી ટ્રેનની મુલાકાત અધિકૃત હતી..આ કોઈ ખાનગી મુલાકાત ન હતી..ઉપરાંત અધિકારીઓની બદલી નિયમિત કાર્યવાહીના ભાગરુપે કરવામાં આવી હતી..ગોધરાકાંડ બાદ સરકારે તમામ પગલા લીધા હતા..પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે સરકારને બદનામ કરવાના કોંગ્રેસના ષડયંત્રનો પર્દાફાશ થયો..ગોંધરાકાંડના તોફાનોમાં કોઈ જ રાજકીય નેતાઓની સંડોવણી જોવા મળી નથી..
સમગ્ર રિપોર્ટમાં 44 હજાર એફિડેવીટ સામેલ છે. 468 પોલીસ અધિકારીઓની પણ એફિડેવિટ સામેલ છે.10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાયો. 27 ફેબ્રુઆરી 2002માં 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય એચ. મહેતા મહેતા તપાસ પંચના રિપોર્ટનો બીજો ભાગ આજે વિધાનસભા ગૃહમાં રજુ કરાયો છે.27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જેમાં મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે.સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ શાહના તપાસ પંચની રચના કરી હતી અને ત્યારબાદ જસ્ટિસ શાહનું મૃત્યુ થતાં જસ્ટિસ અક્ષય મહેતાને નિયુક્ત કરાયા હતા. નવેમ્બર 2014માં આ અહેવાલ પંચે સરકારને સોંપ્યો હતો. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થયો હતો.
જાણો ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગોધરા કેસ મામલે પત્રકારોને આપેલી માહિતી..
----------------------------------------------------------------------------------------------------
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા.
માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી.
રાજકીય આગેવાન સ્વ.અશોક ભટ્ટ, ભરત બારોટ અને સ્વ. હરેન પંડ્યાને પણ ક્લિનચીટ મળી છે.
મોદી ટ્રેનમાં પુરાવાનાં નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે.
આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.
તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની ગોધરા મુલાકાત કોઇ ખાનગી ન હતી, પહેલાથી તે જાહેર કરાયો હતો.
નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી.
નરેન્દ્ર મોદી પુરાવાનો નાશ કરવા સાબરમતી ટ્રેનનાં કોચમાં ગયા હોવાનો આરોપ પાયાવિહોણો છે.
NGO અને કોંગ્રેસના કાવતરાનો પર્દાફાશ.
