Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં રજૂ થયો જસ્ટીસ નાણાંવટી-જસ્ટીસ મહેતા તપાસ પંચનો અંતિમ અહેવાલ

Live TV

X
  • આજે વિધાનસભાના શિયાળુ સત્રના અંતિમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગોધરાકાંડ પછી તોફાનો અંગેનો જસ્ટીસ નાણાંવટી અને જસ્ટીસ મહેતા તપાસ પંચનો અહેવાલ ભાગ-2 ગૃહમાં રજૂ કર્યો હતો.ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રીએ તપાસ પંચના રિપોર્ટની કેટલીક વાતો પત્રકારો સાથે કરી હતી.

    જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોધરાકાંડ પછીના તોફાનો કોઈ પૂર્વનિયોજિત ન હતા.સાથે જ તેમણે કહ્યું કે તપાસ પંચે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી સ્વર્ગસ્થ હરેન પંડ્યા, પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ અશોક ભટ્ટ અને પૂર્વ મંત્રી ભરત બારોટને ક્લીનચિટ આપી છે.

    પ્રદીપસિંહે કહ્યું કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ઘટના બની ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી ઘટનાની માહિતી મેળવવા માટે સ્થળ પર મુલાકાતે ગયા હતા.આ કોઈ ખાનગી બાબત ન હતી.જેની જાણ અધિકારીઓને પણ હતી.એટલે ખાનગી મુલાકાતના આરોપો પંચ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે.

    રિપોર્ટને ટાંકતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની ભૂમિકા નકારાત્મક રહી હતી.અને રિપોર્ટ પ્રમાણે ગોધરાકાંડના દિવસો દરમિયાન અપાયેલું બંધનું એલાન સરકાર દ્વારા આપવામાં આવ્યું ન હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply