Skip to main content
Settings Settings for Dark

ગોધરા બાળગૃહની 3 વર્ષની બાળકીને USAના દંપતીએ લીધી દત્તક 

Live TV

X
  • અમેરિકાના કેન્સાસ શહેરના એક દંપત્તિ દ્વારા ગોધરાના બાળગૃહની ત્રણ વર્ષીય બાળકીને દત્તક લેવામાં આવી છે.  બે વર્ષ પહેલાં દાહોદ નજીક ખેતરમાં ત્યજી દેવાયેલી બાળકીને અમેરિકાના પરિવારની હૂંફ મળી છે. 

    પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો કરવા આપણી ફરજ છે. ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. 

    ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળગૃહમાં આજે ત્રણ વર્ષની બાળકી સ્તુતિને USA ના કેન્સાસ શહેરના દંપતી કેન્ટ હેકમેન અને બ્રુક હેકમેન દ્વારા દત્તક લેવામાં આવી છે. બે વર્ષ અગાઉ સ્તુતિ નામની બાળક દાહોદ નજીકના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવી ત્યારે તેનો માનસિક અને શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનામાં મંદ હતો. 

    ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે બાળકી ચાલતા અને થોડાક શબ્દો બોલતા પણ શીખી ગઈ છે. ગોધરા ખાતે આજે બાળ ગૃહમાં દત્તક લેનાર અમેરિકન દંપતિ પૈકી માતા બ્રુક હેકમેન પણ ૩૫ વર્ષ અગાઉ કોલકાતાના બાળ ગૃહમાંથી અમેરિકન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. 

    આ ઘટનાથી પ્રેરાઈને તેથી તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા, જે સ્તુતિને દત્તક લેવા સાથે પૂરી કરી છે. પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર સ્તુતિનો ફોટો જોતાની સાથે તેમને અને પત્ની બ્રૂકને બાળકી સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. 

    તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકીની લર્નિંગ ડિસએબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે, અમેરિકન દંપતિને આ બાળકી જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા સોંપવામાં આવી હતી. બાળકીને અમેરિકન માતા પિતા મળતા બાળગૃહના તમામ લોકોના ખુશી જોવા મળી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply