Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર નગરપાલિકાનો નવતર અભિગમ, પ્લાસ્ટિકના કચરા સામે લોકોને અપાશે ભેટ 

Live TV

X
  • પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુ ની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે.

    દેશના વડા પ્રધાનના પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર નવતર પ્રયોગો કરતા આવ્યા છે ત્યારે હવે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને પ્રાંત અધિકારી મયુર પરમાર ના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર નગર પાલિકા એ પ્લાસ્ટિક ના કચરા સામે લોકોને જીવન જરૂરી વસ્તુની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદુષણ અટાવવાનનું શરૂ કર્યું છે.

     નગર પાલિકા ના પટાંગણ માં એક સ્ટોલ રાખ્યો છે જ્યાં નગરના નાગરિકો પોતાના ઘર કે ઘરની આસપાસના સિંગલ યુઝ પ્લાસ્ટિક ના કચરાને ભેગો કરી આ સ્ટોલ ઉપર લાવે તો એક કિલો પ્લાસ્ટિક ના કચરા સામે રોજિંદા જીવન માં વપરાતી  ચા, તેલ, ખાંડ, ડુંગળી વિગેરે ચીજ વસ્તુઓ બદલામાં ભેટ રૂપે આપવામાં આવે છે. આજે આ અભિગમ નો પ્રારંભ જિલ્લા કલેકટરે કરાવ્યો છે અને શરુઆત ના થોડીક જ મિનિટોમાં 25 કિલો થી વધુ પ્લાસ્ટિક નો કચરો એકઠ્ઠો થઈ ચૂક્યો છે. પાલિકા દ્વારા એકઠા કરાયેલ પ્લાસ્ટિક ને સીમન્ટ ફેકટરીમાં મોકલવામાં આવશે.

    તંત્ર ના પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવાના પ્રયાસને નગરજનો બિરદાવી રહ્યા છે તો પ્લાસ્ટિક મુક્ત છોટાઉદેપુર નગરને બનાવવા છોટાઉદેપુર નગરજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને કચરા સામે ઉપહાર પ્રાપ્ત કરી આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply