ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ભાજપે કરી શંતિની અપીલ
Live TV
-
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે.
સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પૂર્વ મુખ્યમંત્રી દિલિપ પરીખ, પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયા તેમજ ડાહ્યાભાઈ પટેલ, વ્રજલાલ ઘણાંક અને ગોપાલ ધુઆનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો સત્રની પ્રથમ બેઠકમાં ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ સાહસો અંગે સુધારા વિદ્યેયક રજૂ કરવામાં આવ્યું હતું.
જ્યારે બીજી બેઠકમાં અન્ય વિદ્યેયકો રજૂ કરવામાં આવશે.સત્ર દરમિયાન રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય , ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિદ્યેયક, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિદ્યેયક, જમીન મહેસૂલ તૃતીય સુધારા , ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિદ્યેયક, ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ સાહસો અંગે સુધારા વિદ્યેયક, ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિદ્યેયક, વ્યવસાયી ટેક્નિકલ શૈક્ષણિક કોલેજો બાબત સુધારા વિદ્યેયક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ વિદ્યેયકનો સમાવેશ થાય છે.
