ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મો ના કેન્સરની સર્જરી સફળતા પૂર્વક પૂર્ણ
Live TV
-
હોસ્પિટલના મેડિકલ બુલિટિનમાં જણાવાયા મુજબ પ્રદીપસિંહ જાડેજાની મો ના કેન્સરની સર્જરી ગઇકાલે ડો.કૌસ્તુભ પટેલ અને તેમની ટીમે સફળતા પૂર્વક પૂર્ણ કરી છે અને તેમની તબીયત સુધારા પર છે.
ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને અમદાવાદની એચ.સી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ બુલિટિનમાં જણાવાયા મુજબ પ્રદીપસિંહ જાડેજાની મો ના કેન્સરની સર્જરી ગઇકાલે ડો.કૌસ્તુભ પટેલ અને તેમની ટીમે સફળતા પૂર્વક પૂર્ણ કરી છે અને તેમની તબીયત સુધારા પર છે. ગૃહરાજ્યમંત્રીને આગામી 48થી 72 કલાક સુધી હોસ્પિટલના આઈસીયુમાં તબીબી દેખરેખ નીચે રાખવામાં આવશે. તેમ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે.
