જ્ઞાનકુંજ યોજના અંતર્ગત રાજ્યમાં બનાવાયાં ડિઝીટલ ક્લાસરૂમઃ CM રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ભાર વગરના ભણતર કરવા માટે જે નિર્દેશ આપ્યા છે તેમ ગુજરાતમાં જ્ઞાનકુંજ યોજના અંતર્ગત ડિઝીટલ ક્લાસ રૂમ બનાવવામાં આવ્યા છે. આવનારા સમયમાં વિદ્યાર્થીઓ એક ટેબલેટ લઇને સ્કૂલે જતો જોવા મળશે.
તેમણે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોકસંપર્ક બ્યુરોની ક્ષેત્રીય પ્રદર્શન કચેરી દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મજ્યંતિ ઉજવણી સંદર્ભે ગાંધીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.આ અગાઉ કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના ભાર વગરના ભણતર માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કરવામાં આવ્યો છે.
આ નિર્દેશ બાદ રાજ્યના પહેલા અને બીજા ધોરણમાં સ્કૂલ બેગનુ વજન દોઢ કિલો, ત્રીજા અને ચોથા ધોરણ સુધી 2 થી 3 કિલો, છઠ્ઠા અને સાતમા ધોરણમાં 4 કિલો સુધી રહેશે. જ્યારે આઠમા અને નવમા ધોરણમાં બાળકોની સ્કૂલ બેગનુ વજન સાડા ચાર કિલો અને દસમા ધોરણમાં 5 કિલો સુધી રહેશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ખેડૂતોને હાલાકી ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે.
