બ્લેકમેલ કરનારા પાંચ આરોપીને ઝડપી પાડતી કાલાવડ પોલીસ
Live TV
-
આરોપીઓએ કાલાવડ તાલુકાના ખેડૂતના અજાણી મહિલા સાથે ફોટા પાડી લઈને તેને બ્લેકમેલ કરતા હતા.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતના અજાણી મહિલા સાથે ફોટા પાડી લઈને તેને બ્લેકમેલ કરવાનું કાવતરું ફરિયાદના આધારે પોલીસે પકડી પાડ્યું છે. આ અંગે ગૌતમ બથવાર, અલ્પેશ ભટ્ટી, હિતેશ દેવકરણ કોળી, પાર્થ હસમુખ શિશાંગિયા અને અશ્વિન પ્રજાપતિ સહિતના છ લોકોએ ખરેડી ગામે રહેતા દામજીભાઈ કોઠિયાના ખેતરે જઈ અજાણી મહિલાની સાથે ઊભા રાખીને બંનેના ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ દામજીભાઈ પાસેથી દસ લાખ રૂપિયાની માગણી કરી બે લાખમાં પતાવટ કરવા કહ્યું હતું, પણ આખો મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. આ અંગે કાલાવડ પોલીસે પાંચ આરોપીને ઝડપી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
