'ડેવલપિંગ ગુજરાત - માય મેમરીઝ' પુસ્તકનું કરાયું વિમોચન
Live TV
-
રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે પુસ્કતનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોનો ઉદ્યમી સ્વભાવ, શ્રેષ્ઠ માળખાગત વિકાસ અને સક્ષમ વહીવટીતંત્રના કારણે ગુજરાતે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આયોજિત 'ડેવલપિંગ ગુજરાત - માય મેમરીઝ' પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોનો ઉદ્યમી સ્વભાવ, શ્રેષ્ઠ માળખાગત વિકાસ અને સક્ષમ વહીવટીતંત્રના કારણે ગુજરાતે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતે તેનો બહુમુખી વિકાસ અને અજોડ વિકાસ કઇ રીતે કર્યો તેને સમજવા માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે. આ તકે ઉપસ્થિત કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં દસ્તાવેજીકરણ નથી થતું તેના હિસાબે ભૂતકાળને વર્તમાન સાથે સરખાવી શકાતો નથી, ત્યારે આ પુસ્તક ગુજરાતના વિકાસને મૂલવે છે. આ ઉપરાંત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, દિલીપભાઇ પરીખ, સુરેશભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જ્યારે પુસ્તકના લેખક કિરીટભાઇ શેલત અને એચ.આર. પાટકરે પુસ્તકલેખનની પ્રક્રિયા અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો.
