ભાવનગરવાસીઓને પ્રવાસન ક્ષેત્રે મળી ભેટ, રવેચીધામ બનશે પર્યટક સ્થળ
Live TV
-
રાજ્યના પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભાવનગરના રવેચી ધામ ખાતે રવેચી-કમળ લેઇક બનાવીને તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ યોજનાનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આગામી દોઢ વર્ષમાં ચાર કરોડ રૂપિયાના ખર્ચે રવેચીધામને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ સાથે જ રવેચી માતાના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવશે. આ માટે ફુવારા-બેસવા માટેના વિસામા મંદિર ફરતા વોકિંગ ટ્રેક અને ચબુતરા જેવી અનેક સુવિધાઓથી તેને સજ્જ કરવામાં આવશે.
આ માટેનો ડેમો પણ રજુ કરવામાં આવ્યો હતો. આ યોજના સાકાર થતા "રવેચી-કમળ લેઈક" હવાઈ માર્ગે ભાવનગર આવનારા મહેમાનોનું પ્રવેશ દ્વારા બની રહેશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર મનભા મોરી સાંસદ ભારતીબેન શિયાળ અને મ્યુ. કમિશ્નર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
