ગોધરાની લો કોલેજમાં LLM કોર્સ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશી
Live TV
-
LLM કરવા વિદ્યાર્થીઓને દૂરના શહેરોમાં જવુ પડતું
મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત કાયદાના ક્ષેત્રે અભ્યાસ માટે શરુ કરાયેલ એલએલએમ કોર્સથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ગોધરા ખાતે 1973 થી કાયદાના અભ્યાસ માટે લો કોલેજ આવેલ છે,પરંતુ લૉ.ની ડીગ્રી મેળવી લીધા પછી એલએલએમની માસ્ટર ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીઓને અમદાવાદ, વડોદરા, આણંદ જેવા દૂર દૂરના શહેરોમાં જવું પડતું હતું. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવ નિયુક્ત વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ગોધરાની જ લો કોલેજ ખાતે એલએલએમની મંજૂરી અપાઈ છે, અને આ વર્ષથી જ એલએલએમનો અભ્યાસ શરુ કરાશે. જેમાં પ્રથમ વર્ષ માટે 30 જેટલી સીટો ફાળવી છે
