Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં જિલ્લા પંચાયતની બે-ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ

Live TV

X
  • ગાંધીનગર મનપાની વોર્ડ નં.3ની પણ પેટાચૂંટણી યોજાઈ

    રવિવારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ અને 60 બેઠકો માટે મતદાન થયું હતું. તેની સાથે સાથે રાજ્યમાં કેટલાક સ્થળોએ જિલ્લા પંચાયતની બે-ત્રણ બેઠકો માટેની ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરવાળી નવસારી જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી ખેરગામ બેઠક માટે મતદાન થયું હતું. અહીં કોંગ્રેસના ઇશ્વર પટેલ સામે ભાજપાના પ્રશાંત પટેલ મેદાનમાં ઉતર્યાં છે. એ જ રીતે જામનગરની જિલ્લા પંચાયતમાં ચેલા જિલ્લા પંચાયત અનામત બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 12 ગામોમાં 28 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આ બેઠક માટે ભાજપ- કોંગ્રેસ અને અન્ય એક એમ ત્રણ ઉમેદવારો લડી રહ્યાં છે.ગાંધીનગર મહાનગર પાલિકાની વોર્ડ નંબર 3ની પણ રવિવારે પેટા ચૂંટણી ચોજાઈ હતી. જેમાં 18 હજાર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે મેયર પદેથી અને સામાન્ય સભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. તો ધનસુરા-2 તાલુકા પંચાયત સદસ્યની રવિવારે યોજાયેલી પેટાચૂંટણીમાં બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply