Skip to main content
Settings Settings for Dark

ગૌરક્ષાના સંદેશા સાથે 12 હજાર કિ.મીનું અંતર કાપી સુરત આવી પહોંચ્યો મુસ્લીમ યુવાન

Live TV

X
  • કન્યાકુમારીથી અમૃતસર સુધી પદયાત્રાએ નીકળ્યો મુસ્લીમ યુવાન, ગાય પર લખી ચૂક્યો છે પુસ્તક

    રાયપુરનો એક મુસ્લિમ યુવાન ગૌરક્ષાનો સંદેશો આપવા માટે લેહથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી અમૃતસર સુધી પદયાત્રાએ નીકળ્યો છે. આ યુવાન વિવિધ શહેરમાં પહોંચી લોકોને ગૌમાતાના મહત્વ વિશે સમજાવી રહ્યો છે. મોહમંદ ફેજ ખાન નામનો આ યુવક 25 મહિનામાં 12 હજાર કિલોમીટરનું અંતર કાપી સુરત આવી પહોંચ્યો હતો.

    સુરતમાં મોહમંદ ફેઝખાને કહ્યું હતું કે, 'દરેક ધર્મમાં ગાયનું મહત્વ છે. ઈસા મસીહનો જન્મ પણ ગમાણમાં થયો હતો. તેમણે પણ કહ્યું હતું કે ગાયનું દૂધ અને ગાયનું ઘી તમામ રોગોની દવા છે. ફેજ ખાને 24 જૂન 2017થી પોતાની આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.' આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે 'મને પદયાત્રા કરવાનો વિચાર એક નવલકથા વાંચ્યા બાદ આવ્યો હતો. હું લેહથી પગપાળા નીકળ્યો અને 12 હજાર કિલોમીટર ચાલ્યો પણ ક્યાંય મને ખરાબ અનુભવ નથી થયો.દરેક જગ્યાએ મારુ માન સન્માન થયું છે.રામેશ્વર મંદિરના પૂજારીઓએ પણ મારુ સ્વાગત કર્યું હતું.' કલમ 370 અંગે ફેજ ખાને પોતાના વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, '370 હટતા અખંડ ભારતનું નિર્માણ થયું છે.'

    છત્તીસગઢના રાયપુર ખાતે રહેતા મોહમદ ફેજ ખાન પોલીટીકલ સાયન્સ અને હિન્દી સાહિત્યમાં  એમએ અને એમફીલ થયા છે. 24 જૂન 2017થી તેમણે પોતાની યાત્રા શરૂ કરી હતી. સુરત આવેલા  મોહમદ ફેઝખાને  શાળામાં બાળકોને પણ ગૌમાતાનું મહત્વ જણાવ્યું હતું. મોહમદ ફેઝખાને પોતાની યાત્રા વિશે વાત કરતા કહ્યું હતું કે,'મેં એક નવલકથા વાચી હતી જેનાથી તેઓને ગાયનું મહત્વ સમજાયું અને સમગ્ર દેશમાં પદયાત્રા કરવાનો અનોખો નિર્ણય કર્યો. હાલ તેઓ લેહથી કન્યાકુમારી થઇ સુરત ખાતે ૧૨ હજાર કિલોમીટરનું અંતર પદયાત્રા કરીને કાપ્યું છે.
     
    મોબ લિંચિંગ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે જે લોકો કહે છે કે ધર્મ ના નામ પર કે અમુક જાતિ પર જ મોબ લિંચિંગ કરવામાં આવે છે તો એવા લોકો ને હું કેહવા માંગુ છું હું લેહ થી પગપાળા નીકળ્યો અને 12000 કિલોમીટર ચાલ્યો પણ મને કોઈ જગ્યા એ આવો અનુભવ નથી  થયો દરેક જગ્યાએ મારુ ખુબજ માનસમ્માન અને પ્રેમ થી સ્વાગત કરવામાં આવ્યું છે.રામેશ્વરમ મંદિર ખાતે પૂજારીઓ દ્વારા પણ મારું સ્વાગત કરાયું અને હું મંદિર માં ગયો મને આવા કોઈ ખરાબ અનુભવ નથી થાય.જે લોકો કહે છે તે ખોટુ કહે છે.370 અંગે વાતચીત કરતા મહોમ્મદ ફૈઝ ખાન એ કહ્યું કે કાશ્મીર ભારત નું એક અભિન્ન અંગ છે.અને 370 હટતા અખન્ડ ભારત નું નિર્માણ થયુ છે.હું આવકારું છું આ નિર્ણય ને.મેં લેહ થી આ યાત્રા શરૂ કરી હતી અને મારી ઈચ્છા છે કે આ યાત્રા હું લાહોર માં પુરી કરું.
     

    ગાયનું મહત્વ સમજાવતા મોહમ્મદ ફૈઝે કહ્યું હતું કે, 'ગાય એ સમગ્ર લોકોની માતા છે દરેક ધર્મમાં ગાયનું મહત્વ રહ્યું છે .ઇસા મશીહનો જન્મ પણ ગૌશાળામાં થયો હતો. ગાયનું દૂધ અને ગાયનું ઘી એ તમામ રોગોની દવા છે. જ્યારે ગૌમાંસએ રોગોનું મૂળ છે. આજે જો આપણે કૅન્સરથી બચવું હોય તો ગૌમૂત્ર અને ગાયનું છાણ જમીનમાં જશે તો આપણે બચી શકીએ. આજે વિશે યુરિયા અને પેસ્ટિસાઇડ્સ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના કારણે રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આપણે રોગોથી બચવું હોય તો જમીનમાં યુરિયા અને પેસ્ટિસાઈડ્ઝ નો ઉપયોગ બંધ કરીને ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરવો જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply