Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 30 જિલ્લાના 171 તાલુકામાં વરસાદી માહોલ, જાણો ક્યાં કેવી સ્થિતિ

Live TV

X
  • દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને સુરતના ચોર્યાસીમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.

    રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30 જિલ્લાના 171 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને સુરતના ચોર્યાસીમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઓલપાડ, સુરત, પાટણના સરસ્વતી અને બોટાદના બરવાડામાં અંદાજે ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 

    આ જિલ્લાઓમાં પણ પડ્યો વરસાદ 
    નવસારી, પેટલાદ, બનાસકાંઠાના દાંતા, પાટણના રાધનપુર અને ભરુચના નેત્રંગમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા, વડોદરાના કરજણ, પાટણ, સુરેન્દ્રનગરના ચુડા, વાપી, બેચરાજી, ઉમરગામ, જોટાણા અને ભુજમાં આશરે અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. 

    બોરસદ, જૂનાગઢ, પારડી, વાઘરા અને કામરેજમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપી -જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ પંથકમાં વરસાદી ઝાપટા થયા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદનું આગમન થયું હતું. સમયસર વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply