RTOને લગતા દસ્તાવેજોની મુદત પૂર્ણ થઈ હોય તેવા તમામ દસ્તાવેજો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણાશે
Live TV
-
કોરોના સંક્રમણને કારણે ઘણાં લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતના દસ્તાવેજ રીન્યુ થઈ શક્યા નથી.
રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના આરટીઓ દસ્તાવેજોની મુદત પૂર્ણ થઇ હોય તે તમામ દસ્તાવેજો આગામી 30મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણાશે.કોરોના સંક્રમણને કારણે ઘણાં લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતના દસ્તાવેજ રીન્યુ થઈ શક્યા નથી. આ સંદર્ભે આણંદ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, 30 જુન 2021 સુધીમાં જે લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ, મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ, RC બુકની મુદત પૂર્ણ થઈ હોય તેઓને રાહત મળશે.
કોરોનાના કારણે લોવામાં આવ્યો આ નિર્ણય
જે લોકોના RTOને લગતા દસ્તાવેજો એક્સ્પાયર થઇ જતાં હોય અને કોરોના સંક્રમણને કારણે રીન્યૂ થઈ શક્યા નથી તેવા લોકોના દસ્તાવેજ આગામી 30મી સપ્ટેમ્બર માન્ય રાખવામાં આવશે. જેથી નાગરિકોને ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવામાં કોઈપણ મુશ્કેલી ન પડે. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
