જામનગરમાં કોવિડ મહામારીથી સાજા થયેલાં દર્દીઓમાં મ્યુકરમાઇક્રોસિસનું સંક્રમણ દિવસે દિવસે વધ્યું
Live TV
-
કોવિડ મહામારીમાંથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાઇક્રોસિસનું સંક્રમણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જામનગરમાં કોવિડના 11 દર્દીઓમાં મ્યુકરમાઇક્રોસિસના કેસ સામે આવ્યાં છે. જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત નોડલ ઓફિસર ડૉ.એસ.એસ.ચેટરજીએ મ્યુકરમાઈક્રોસિસ વિશે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ, આ રોગના શરૂઆતી લક્ષણો પ્રારંભ અંગે સૌ કોઈએ સતર્ક રહેવું જરૂરી છે. તથા એની તાત્કાલિક સારવાર કરાવી જોઈએ. મ્યુકરમાઈક્રોસિસ રોગના આવા દર્દીઓના મૉર્ટાલિટી રેટ 40થી 50 ટકા જેટલો જોવા મળ્યો છે. ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર, ખાતે મ્યુકરમાઇક્રોસિસ દર્દીઓની વહેલી તકે પ્રાથમિક નિદાન અને સારવાર થાય તે માટે તાત્કાલિક ધોરણે સેન્ટર ચાલુ કરાયું છે.
