સુરતની સિવિલ ઉપરાંત અન્ય 300 જેટલી હોસ્પિટલોમાં ઓક્સિજનના પૂરતા પૂરવઠાની વ્યવસ્થા કરવામાં આવી
Live TV
-
કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ સમસ્યા ઓક્સિજનની આવી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો ગમે તે ઘડીએ પૂરો થઈ જાય તેવી ભીતિ પણ ઉભી થઇ હતી. સુરત શહેરની સિવિલ ઉપરાંતની નાની - મોટી 300 જેટલી હોસ્પિટલોમાં યોગ્ય ઓક્સિજનનો પૂરવઠો મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજનનો પુરવઠો આપનાર કંપનીઓ પહેલા સુરતમાં જ ઓક્સિજન આપે અને પછી અન્ય શહેર કે રાજ્યમાં આપે તે માટે ગુજરાતમાં પહેલો વોર રૂમ બનાવવામાં આવ્યો હતો, જેમાં કલેક્ટર વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસ વિભાગે સાથે મળી સમગ્ર કામગીરી કરી હતી.
