Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં ફલાયઓવર બનાવવા CMએ આપી મંજૂરી

Live TV

X
  • જામનગર મહાનગર પાલિકા નો હાલે વિસ્તાર 128.40 ચો. કિમી હોય તેમજ સાડા સાત લાખ જેટલી વસ્તી ધરાવે છે. તદઉપરાંત જામનગર શહેરની આસપાસમાં રીલાયન્સ, ન્યારા એનર્જી તેમજ જીસએફસી જેવી મોટી કંપનીઓ આવેલી હોય અને સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જવા માટે પ્રવેશદ્વાર સમાન છે.

    જામનગર મહાનગર પાલિકા નો હાલે વિસ્તાર 128.40 ચો. કિમી હોય તેમજ સાડા સાત લાખ જેટલી વસ્તી ધરાવે છે.  તદઉપરાંત જામનગર શહેરની આસપાસમાં રીલાયન્સ, ન્યારા એનર્જી તેમજ જીસએફસી જેવી મોટી કંપનીઓ આવેલી હોય અને સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જવા માટે પ્રવેશદ્વાર સમાન છે.  જામનગર શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા માં વધારો થઈ રહ્યો છે જેના નિરાકરણ સ્વરૂપે મેજર જંકશન ઉપર ફલાયઓવર બનાવવાની જરૂરિયાત અન્વયે કમિશનર સતિશ પટેલ દ્વારા તા. 8.5.2019 ના શહેરી વિકાસ ખાતા ને લખેલ પત્ર તેમજ મુખ્યમંત્રીને જામનગર મહાનગર પાલિકા ના પદધિકારીઓ એ ઓગષ્ટ 2019 માં ગાંધીનગર મુકામે રૂબરૂ રજૂઆત કરતાં રજૂઆત અન્વયે મુખ્યમંત્રી દ્વારા જામનગર ના શહેરીજનોએ ને સુવિધા અને સુખાકારી માં વધારો થાય તે માટે ઇન્દિરા માર્ગ પર ફલાય ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે જે ગુરુદ્વારા જંકશન થી અંબર જંકશન સુધી 960 મીટર નો ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે તેમજ પહોળાઈ 17 મીટર રહેશે અને ઊંચાઈ 5.30 મીટર રહેશે અંદાજે રૂપિયા 60 કરોડ ના ખર્ચે આ ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે . જે અંગે ની આનુસંગિક કામગીરી આગામી દિવસો માં હાથ ધરવામાં આવશે અને આ ફલાય ઓવરબ્રિજ નું કામ 2 વર્ષ માં પૂર્ણ થવાનો અંદાજ છે તે બદલ જામનગર શાહર વતી કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદસભ્ય પુનમબેન માડમ, મેયર હસમુખભાઇ જેઠવા શેહર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા સહિત જામનગર મહાનગર પાલિકા ના પદાધિકારીઓ એ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નો આભાર માન્યો હતો 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply