નર્મદા ડેમની સપાટી 137.78 મીટર, ગુજરાતને નહીં થાય પાણીની ઘટ
Live TV
-
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.78 મીટર છે અને હજી પણ ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક ચાલુ જેના કારણે , સરદાર સરોવર નર્મદા નિગમ દ્રારા 10 લાખથી 10.50 લાખ હેકટર જમીનમાં સિંચાઈનું આયોજન કરાયું ગુજરાત માટે પાણી ને લઈ હવે કોઈ ટેન્સન નહીં રહે સાથે વીજળી નો પણ ફાયદો
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.78 મીટર છે અને હજી પણ ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક ચાલુ જેના કારણે , સરદાર સરોવર નર્મદા નિગમ દ્રારા 10 લાખથી 10.50 લાખ હેકટર જમીનમાં સિંચાઈનું આયોજન કરાયું ગુજરાત માટે પાણી ને લઈ હવે કોઈ ટેન્સન નહીં રહે સાથે વીજળી નો પણ ફાયદો.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હજુ પણ 137.78 મીટર પર છે. અને ઉપરવાસ મધ્યપ્રદેશ ના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણીની આવક આવી રહી છે. હાલ ડેમમાં 5400 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહીત. છે એટલે આગામી વર્ષ માં સિંચાઈ અને પીવાનાં પાણીની તંગી રાજ્ય માં નહિ પડે .પાછળનાં વર્ષે સરદાર સરોવર માં પાણી ની આવક ઘટી ગઈ હતી અને સપાટી ઠેક 110 મીટર થી નીચે ઉતરી જતા પાણીની કટોકટી સર્જાય અને પીવાના પાણી માટે પણ રાજ્યના લોકોએ વલખા મારવા ના પડે એ માટે રાજ્ય સરકારે 15મી માર્ચ પહેલા જ ખેડૂતોને સિંચાઈ નું પાણી નહિ આપવાનું જાહેર કર્યું હતું,
આ વર્ષે ઉપરવાસમાં નર્મદા કેચમેન્ટમાં સારા વરસાદ ને લઈને નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી અને આજે પણ 137.78 મીટરની સપાટી છે, 5400 મિલિયન ક્યુબિક મીટર પાણી નો સંગ્રહિત જથ્થો આખા વર્ષ માટે નિરાંત કરાવી દીધી છે.ત્યારે જોઈએ કેવી છે., નર્મદા બંધ ઇતિહાસ માં પ્રથમ વાર ઐતિહાસિક સપાટીએ પહોંચી છે જે ખુબ સારી બાબત છે અને આ સારી પાણીની આવક ને ને લઇ ને આગામી વર્ષ માં વીજળી પાણી ના શું ફાયદા થશે એ વિષે સરદાર સરોવર નર્મદા ડેમના મુખ્ય ઈજનેર પી.સી.વ્યાસે વિશેષ જાણકારી આપી હતી
