જામનગરમાં રાશન કાર્ડધારકોને આજથી વિનામૂલ્યે રાશન આપવામાં આવશે
Live TV
-
કોરોના મહામારી દરમિયાન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લઇને હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારજનો માટે વિનામૂલ્યે રાશન આપવાનું નક્કી કર્યું છે. જેના પગલે જામનગરમાં પણ આજે વિવિધ સસ્તા અનાજની દુકાનો પર NFSA રાશન કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને આપવામાં આવતું અનાજ તેમજ ખાસ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કુટુંબના એક સભ્ય દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. આ વિતરણ વ્યવસ્થા જામનગરમાં આગામી બે મહિના સુધી યથાવત રહેશે. જો કે આજથી જામનગરના વિવિધ સસ્તાં અનાજની દુકાનો પર વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પુરતો જથ્થો પણ ઉપલબ્ધ છે. જ્યારે લાભાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
