જામનગર મહાનગરપાલિકાએ ૬૪ સફાઈકર્મીઓની ટીમ ઉના ખાતે મોકલી
Live TV
-
ગીર સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની વિનાશક અસરો બાદ થયેલ નુકસાની અને ગંદકીને કારણે કોઇ અન્ય રોગો ન ઉદભવે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ કામગીરી આરંભવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા ૬૪ સફાઈકર્મીઓ સાથેની એક ટીમને ઉના ખાતે મોકલવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી કમિશનર એ. કે. વસતાણીએ જણાવ્યું કે, ઉના વિસ્તારમાં ઝડપી સફાઈ કામગીરી હાથ ધરવા જામનગર ખાતેથી 4 સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ 64 સફાઇ કર્મચારીઓની ટીમને જરૂરી સાધન સામગ્રી સાથે મોકલાઇ છે.
