રાજ્યમાં કોરોનાનાં 3,187 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 90.07 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,187 નવા દર્દીઓ નોંધાયા છે જયારે 9,305 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 90.07 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 7,13,065 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 90.07 ટકા પર પહોંચ્યો છે. 2,17,513 વ્યક્તિઓનું કરવામાં આવ્યું રસીકરણ
સુરતમાં 267, અમદાવાદમાં 475, વડોદરામાં 455, રાજકોટમાં 275 ગાંધીનગરમાં 56, મહેસાણામાં 46, ભરૂચમાં 81, જામનગર 139, જૂનાગઢમાં 140, સાબરકાંઠા 105, ભાવનગર 106, મોરબીમાં 11, અમરેલીમાં 47 કેસ નોંધાયા છે.
