જામનગર મહાનગરપાલિકા દ્વારા “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” કાર્યક્રમ યોજાયો
Live TV
-
જામનગરમાં “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત શહેરના દરેક વોર્ડમાં સામાન્ય લક્ષણો દેખાતા દર્દીઓનો સર્વે કરી તેની સારવાર કરવામાં આવશે.
જામનગર શહેરમાં કોરોનાની બીજી લહેર સામે લડવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર મધ્યે આવેલા ટાઉનહોલ ખાતે “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું હતું જે અંતર્ગત જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ચેઇન તોડવા માટે ગ્રામીણ ક્ષેત્રમાં “મારુ ગામ ક્રોના મુક્ત ગામ” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા દર્દીઓને પરિવાર અને સમાજથી જુદા પાડી ગામની સાર્વજનિક આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરી સારવાર કરવામાં આવે છે. તે જ રીતે આજે જામનગરમાં “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યૂ હતું અને દરેક વોર્ડમાં સર્વેલન્સ કરી કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા દર્દીઓને પરિવાર અને સમાથી જુદા પાડી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર કરવાની કામગીરીની શરૂઆત કરવાં આવી છે. આગામી દિવસોમાં શહેરના દરેક વોર્ડમાં આ પ્રકારની કામગીરી કરી સર્વે કરી કોરોના દર્દીઓને આઇસોલેટ કરી સારવાર કરવાં આવશે.
