Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ જિલ્લામાં પશુપાલકોને 22,15,000 ની સહાય ચૂકવાઈ

Live TV

X
  • તાઉ-તે વાવાઝોડાથી જૂનાગઢ જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત થયા છે. મૃતક પશુઓના પશુ માલિકોને સહાય મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની ૨૨ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫૪ પશુઓના મોતમાં ૧૩૭ પશુઓને સહાય મળવા પાત્ર હોવાથી 67 પશુ માલિકોને રૂા.૨૨,૧૫,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, માળીયા, ભેંસાણ, જૂનાગઢ અને મેંદરડા તાલુકાને વધુ નુકસાન થયું છે. જેમાં વિસાવદર તાલુકો વધુ અસરગ્રસ્ત થયો છે. વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત થયા છે. જેમાં વિસાવદરમાં-૧૨૧, ભેંસાણમાં-૨, માળીયામાં-૭, મેંદરડામાં-૬ અને જૂનાગઢ-૧ પશુના મોત થયા છે. તેમ નાયબ પશુપાલન નિયામક ડૉ. દિલિપ પાનેરાએ જણાવ્યું હતું.

    વાવાઝોડામાં મરણ પામેલ પશુઓના પોસ્ટમોર્ટમ અને ખરાઇ કરાઇ તેમજ ઇજાગ્રસ્તને સારવાર તથા રસીકરણની કામગીરી માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની ૨૨ ટીમો દ્વારા કામગીરી કરાઇ હતી. જેમાં ૧૮ પશુચિકિત્સા અધિકારી, ૫૩ પશુધન નિરીક્ષકો અને અન્ય વર્કરો દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડા અને વરસાદના કારણે પશુઓમાં પણ સ્ટ્રેસના કારણે રોગચાળો વકરે નહીં તે માટે જિલ્લામાં ગળસુંઢા રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૨૯,૯૬૭ પશુઓને આવરી લીધા હતા. તથા ઇજાગ્રસ્ત અને બિમાર ૬૪૦૭ પશુઓને સારવારમાં આપવામાં આવી છે.

    જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વાવાઝોડામાં જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત થયા છે. જેમાં ૧૩૭ પશુ માલિકોને સહાય મળવાપાત્ર છે. જ્યારે ૬૭ કુટુંબના ૧૩૪ પશુઓને રૂા.૨૨,૧૫,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply