Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ સહિત અનેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આવ્યા પરિણામ, મોટાભાગની બેઠકો પર ભાજપનો વિજય

Live TV

X
  • જૂનાગઢ મહાનગર પાલિકામાં ફરી ભગવો લહેરાયો છે. કુલ 60 બેઠકોમાંથી 54 બેઠકો ભાજપે જીતીને ફરી સત્તા પ્રાપ્ત કરી છે. જ્યારે એનસીપીએ 4 અને કોંગ્રેસે એક બેઠક મેળવી છે. 60માંથી એક બેઠક પર નામાંકન રદ્દ થવાને કારણે મતદાન થઇ શક્યું નથી.

    જૂનાગઢ મહાનગર પાલિકામાં ફરી ભગવો લહેરાયો છે. કુલ 60 બેઠકોમાંથી 54 બેઠકો ભાજપે જીતીને ફરી સત્તા પ્રાપ્ત કરી છે. જ્યારે એનસીપીએ 4 અને કોંગ્રેસે એક બેઠક મેળવી છે. 60માંથી એક બેઠક પર નામાંકન રદ્દ થવાને કારણે મતદાન થઇ શક્યું નથી. જેથી 59 બેઠકોના પરિણામ જાહેર થયા હતા. તો ભાજપે તાલુકા પંચાયતની કુલ 46માંથી 36 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ સાત બેઠકો પર વિજય મેળવ્યો છે. અને ત્રણ બેઠકો પર અન્ય ઉમેદવારોએ જીત મેળવી છે. 

    લોકસભા ચૂંટણી માં મળેલી ભવ્ય જીત બાદ આજે જૂનાગઢના મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ સામે ભવ્ય જીત મેળવી હતી. જૂનાગઢની ચૂંટણીમાં ભાજપે- 54 કોંગ્રેસે-1 અને NCP-4 સીટ મેળવી હતી. આ અંગે પ્રતિક્રીયા આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું,કે ગુજરાતની જનતાએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે બદલ જૂનાગઢમાં ઐતિહાસિક જીત મળી છે. આ જીતને તેમણે પ્રજાની જીત ગણાવી હતી.

    જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતીથી જીત હાંસલ થતા રાજકોટ શહેર ભાજપ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે ફટાકડા ફોડી ગરબે રમી એક બીજાનું મોંઢુ મીઠુ કરાવી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ આ જીતને વધાવી લીધી હતી. ઉપરાંત આવતા દિવસોમાં અન્ય શહેરોની જેમ જૂનાગઢ શહેરનો વિકાસ કરવામાં આવશે. તેવો વિશ્વાસ પ્રજાને આપવામાં આવ્યો હતો.

    જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીનું આજે જામનગર જિલ્લા મહેસુલ સદન ખાતે ચૂંટણી અધિકારીની દેખ રેખ હેઠળ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી પુરી થતાં 6607 મત માંથી ભાજપના ઉમેદવાર રમેશભાઇ સિંચને  3,853 મત કોંગ્રેસના ઉમેદવાર અમિત જગદીશભાઇ પરમારને કુલ 2,570 મત જ્યારે અપક્ષ ઉમેદવાર પૂંજાભાઇ ફફલને માત્ર 90 મત મળ્યાં હતાં. જ્યારે નોટામાં 84 મત પડ્યાં હતાં. આમ ભાજપના ઉમેદવાર રમેશભાઇ સિંચનો 1,283 મતે જવલંત વિજય થયો હતો. ચેલા જિલ્લા પંચાયત ની બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આજે પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી છે. જ્યારે મહેસાણા તાલુકા પંચાયતની બે બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયુ હતું, જેમાં મહેસાણાની આબ લિયાસણ બેઠક ઉપર ભાજપના ભરત રાવળનો 1,400 મત થી વિજય થયો છે. જ્યારે બીજી મુલસણ બેઠક ઉપર કોંગ્રેસ નો 54 મતે વિજય થયો છે. મુલસણ બેઠક ઉપર કોંગ્રેસમાં રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા વનરાજ સિંહ 54 મતે હાર્યા છે. આબ લિયાસણ અને મુલસણ બેઠક અગાઉ કોંગ્રેસ પાસે હતી. બંને બેઠકના સદસ્ય ભાજપમાં જોડાયા હતા. જેમાં એક બેઠક ભાજપ જીત્યું છે અને એક હાર્યું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply