રાજ્યમાં 31 જીલ્લાના 114 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ
Live TV
-
મોરબીના ટંકારામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડયો
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 જીલ્લાના 114 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ થયો હતો. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં જેતપુર, ગીર ગઢડા, પાટણ, ધોરાજી, સાણંદમાં બે- બે ઈંચ વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરતાં ધરતીપુત્રોમાં આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી. લોકોએ પણ કાળઝાળ ગરમી માંથી રાહતની લાગણી અનુભવી હતી. આજે પણ ગીર સોમનાથ, સુત્રાપાડા, તાલાળા અને વેરાવળ તાલુકામાં કાળા ડીબાંગ વાદળો સાથે અંધારપટ છવાયા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અનુભવાયો હતો. છેલ્લા મળતા સમાચાર મુજબ કોડીનારમાં અઢી ઇંચ, ગીરગઢડામાં બે ઇંચ તાલાલામાં બે ઇંચ વેરવાળમાં પોણો ઇંચ અને સૂત્રાપાડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.
