સુરતમાં તક્ષશીલા આગની ઘટનામાં પોલીસે 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી
Live TV
-
સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 11 આરોપીઓ સામે 4271 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ કેસમાં 251 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે તેમજ ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે.
સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશીલા આરકેડમાં 24મી મેના રોજ આગ લાગી હતી. આ ઘટનામાં 22 માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. આ ઘટનાને લઈને સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
જેમાં ઘટનાની તપાસ બાદ 2 મહિનાની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે મહાનગર પાલિકા, અને ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ કલાસીસના સંચાલક તેમજ બિલ્ડર સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ સામે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ અંગે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 11 આરોપીઓ સામે 4271 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ કેસમાં 251 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે તેમજ ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે.
