Skip to main content
Settings Settings for Dark

ટાઉન પ્લાનીંગ સ્કીમ સહિતની યોજનાઓ માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝિરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે આ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ડ્રાફટ ટી.પી મંજૂર થયાના 1 વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે. ડ્રાફટ ટી.પી થી ફાઇનલ ટી.પી સુધીની જે સમસ્યા કે મુશ્કેલી આવે છે તેનું નિવારણ ત્વરાએ લાવવાની માનસિકતા કેળવવા અને એ માટેનું મિકેનિઝમ ઊભું કરવા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં બધા જ 8 મહાનગરોની ટી.પી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાઓની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. 

    તદઅનુસાર, રાજ્યના આ મહાનગરોમાં કુલ 875 ટીપી સ્કીમ બનાવાયેલી છે અને તેમાંથી 400 થી વધુ તો જાહેર જનતાની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં મુકવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં બાકી રહેલી ૪૭પ પણ પબ્લિક ડોમેઇનમાં મુકવાની દિશામાં શહેરી વિકાસ વિભાગ કાર્યરત છે. શહેરી વિકાસ અગ્ર સસિવ શ્રી મુકેશ કુમારે આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપતાં વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે તેમાં અત્યાર સુધી 1.50 લાખ અરજી મંજૂર થઇ છે. અમદાવાદ મહાનગરમાં તા. 1 જાન્યુઆરી-2023 થી ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેની સફળતાના મુલ્યાંકન પછી આવનારા સમયમાં અન્ય મહાનગરોમાં તે અમલી કરાશે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠેય મહાનગરોની ટાઉન પ્લાનીંગ સ્કીમમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ સહિત EWS, આવાસ યોજના, જાહેર સુવિધાના કામો પણ સમયમર્યાદામાં પૂરા કરવા તાકિદ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply