Skip to main content
Settings Settings for Dark

USFDAના ડેલીગેશને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની લીધી સૌજન્ય મુલાકાત

Live TV

X
  • USFDA(United States Food And Drugs Administration)ના ડેલીગેશને આરોગ્યમંત્રી ઋષિકેશની સૌજન્ય મુલાકાત કરી. બે દિવસીય રેગ્યુલેટરી ફોરમની બેઠક માટે ગુજરાત પધારેલ USFDA ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલ સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન ફુડ ટેસ્ટિંગ અને તેમાં ઉભરી રહેલી ટેકનોલોજી અને ટેસ્ટીંગ પધ્ધતિના આધુનિકરણ સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલી ફુડ ટેસ્ટીંગ વાનની પહેલ તેમજ ફુડ ટેસ્ટીંગ લેબની કામગીરી,મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ગુજરાતની વિવિધ કામગીરી તેમજ સંલ્ગન વિષયો સંદર્ભે ડેલીગેશનને માહિતગાર કર્યા હતા. ડેલીગેશને ગુજરાત FDCA ના વિવિધ સ્ત્રોત, બેસ્ટ પ્રેક્ટિસ, ટેસ્ટીંગ લેબની માળખાકીય સુવિધાઓ અને ટેસ્ટીંગ પ્રક્રિયાની પ્રશંસા કરી હતી. 

    અત્રે ઉલ્લેખનીય છે કે , તા. 12-13 જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે.જેમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-યુએસએફડીએ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ   એડમિનિસ્ટ્રેશન-જીએફડીસીએ વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે. આ સૌજન્ય મુલાકાતમાં USFDAના ડૉ. સારાહ મેકમુલન, કન્ટ્રી ડિરેક્ટર;  ગ્રેગરી સ્મિથ, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત; ફિલ ગુયેન, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત; ધ્રુવ શાહ, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર; ડો.સુધીન્દ્ર કુલકર્ણી, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર તથા FDCA, ગુજરાતના અધિકારીઓ સહભાગી બન્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply