Skip to main content
Settings Settings for Dark

ટેકાના ભાવની મગફળીની ખરીદી 15 નવેમ્બર સુધી મોકૂફ, સરકારનો મહત્વનો નિર્ણય

Live TV

X
  • ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવશે - વિજય રૂપાણી

    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી જાણકારી આપતા જણાવ્યુ હતુ કે હાલ રાજ્યમાં ટેકાના ભાવે, મગફળીની ખરીદી 15 તારીખ સુધી મોકૂફ રાખવામાં આવશે. હાલ ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે, તે માટે તંત્ર હાલ તેની તૈયારીઓમાં સજ્જ હોવાને કારણે, આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, 15 તારીખ બાદ મગફળીની ખરીદી માટે નવું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે પ્રિમિયમ ભરેલ તમામ ખેડૂતોને અન્યાય થશે નહિં.આ અંગે કેન્દ્ર સરકારથી પણ તમામ સૂચનાઓ આપવામાં આવી છે. જે પણ ખેડૂતોએ વીમો (Crop insurance) લીધો છે તેમને વળતર મળે તે માટે સીધી સૂચના અપાઇ છે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે સરાય મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply