ભરૂચ - લુવારા પાટિયા પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
Live TV
-
અકસ્માત બાદ બસમાં આગ ફાટી નીકળી,બેના મોત
ભરૂચ નજીક હાઇવે પર લુવારા પાટિયા પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો..જેમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી,..અકસ્માત બાદ લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી..જેથી રસ્તા પર આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા..અને માર્ગમાં ચક્કાજામ થઈ ગયો હતો..જોકે બસમાં સવાર મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા..જોકે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે..બન્નેના મૃતદેહ સળગેલી હાલતમાં હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલી છે..નબીપુર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે..અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા..વાહનોની લાંબી કતારો જોવા મળી હતી..ઘટના બાદ સ્થાનિક પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોચી હતી..અને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
