રાજ્યમાં 'મહા' વાવાઝોડા નો ખતરો, 7 નવે. ની સવારે દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા
Live TV
-
100 થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી.
ગુજરાત પરથી હજુ 'મહા' વાવાઝોડા નો ખતરો ટળ્યો નથી. વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સક્રિય છે અને 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા સંબંધિત જિલ્લાના વહીવટી તંત્રને સૂચનાઓ આપીને એનડીઆરએફ સહિતની ટીમોને તૈયાર કરી દેવાઈ છે. હાલમાં 'મહા' વાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે, પરંતુ ચોથી નવેમ્બરે તે કર્વ લઈને ગુજરાત તરફ ફંટાશે. ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે.
આ વાવાઝોડું જ્યારે ગુજરાત પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100 કિલોમીટરથી 110 કિલોમીટરની રહે તેવી સંભાવના છે. આથી ગીર સોમનાથનું જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. 'મહા' વાવાઝોડાની અસરથી ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર, ઉના, સુત્રાપાડા અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ ખાબક્યો હતો. હાલમાં દરિયા કિનારે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયા કિનારે ચારથી પાંચ મીટર ઊંચા મોજા ઊછળી રહ્યા છે અને વરસાદી વાતાવરણ પણ છે. તંત્ર દ્વારા સમુદ્રમાં રહેલી મોટાભાગની બોટોને પાછી બોલાવી લેવાઈ છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ આવી છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનાં દરિયાઈ પટ્ટી પર કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. સરકારી અધિકારીઓની રજા રદ્દ કરી સ્ટેન્ડ-ટુ રહેવા આદેશ જારી કરાયા છે.
