ડાંગઃ 259 બાળકોને મળ્યો 'પાલક માતા-પિતા' યોજનાનો લાભ
Live TV
-
આવા બાળકોના ઉછેર કરનારને પાલક માતા-પિતા યોજના દ્વારા, ત્રણ હજારની સહાય બાળકના શિક્ષણ માટે આપવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં 259 જેટલાં બાળકોને "પાલક માતા-પિતા" યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના જે બાળકોના માતા-પિતા હયાત ન હોય, અથવા તો જે બાળકોના પિતા મૃત્યુ પામેલા હોય અને માતાએ પુનઃલગ્ન કરી લીધા હોય તેવા 0 થી 18 વર્ષ સુધીના બાળકોને આર્થિક સહાય કરે છે. જેમાંથી આહવામાં રહેતી સારિકાને પણ આ યોજનાનો લાભ મળ્યો છે.
જ્યારે તે દોઢ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા હતાં, ત્યારે આંબાપાડા વિસ્તારના એક પરિવારે આ બાળકીનો ઉછેરની જવાબદારી ઉપાડી હતી. આ સારિકાના પાલક માતા-પિતાને સરકાર દ્વારા મળતી ત્રણ હજારની સહાય હાલ તેના માટે આશીર્વાદરૂપ નીવડી છે.
