ડાંગ: "કોરોના જનજાગૃતિ રથ" થી કોરોના અંગે જાગૃતિ
Live TV
-
ગુજરાતને કોરોના મુક્ત બનાવ માટે રાજ્યના દરેક જિલ્લાઓ મા વિવિધ પગલાં લેવામાં આવે છે અને તેના ભાગ રૂપે અહીં પ્રયોગ કરવામાં આવ્યો.
ડાંગ જિલ્લાને "કોરોના મુક્ત" બનાવવાના સંકલ્પ કરવામાં આવ્યો છે. જે હેઠળ જિલ્લા પ્રશાસનના સહયોગથી આગાખાન ગ્રામ સમર્થક કાર્યક્રમ, આહવા દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ૧૯ ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તકના ૭૬ ગામોમા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે. ડાંગ કલેકટર ભાવિન પંડયા, તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા ગ્રામીણ પ્રજાજનોમા "કોરોના ટેસ્ટ" અને "વેક્સીનેસન" બાબતે પ્રવર્તતી જુદી જુદી ગેરમાન્યતાઓને દુર કરવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. જેના ભાગરૂપ "કોરોના જનજાગૃતિ રથ"નુ ગાઢવી ગામેથી પ્રસ્થાન કરાયુ હતુ. આ રથના માધ્યમથી ડાંગ જિલ્લાના 3 તાલુકાના 311 ગામોમાં જન જાગૃતિ ફેલાવવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી તથા તેમની ટીમ, પ્રગતિ મહિલા મંચ-આહવાના પ્રમુખ ઉર્મિલાબેન ભોયે, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, આહવાના ક્લસ્ટર મેનેજર કીર્તીભાઈ પટેલ, નીતાબેન પટેલ, પસોત્તમભાઈ દારા નો સહયોગ સાંપડી રહ્યો છે.
