સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ 1989માં બીજો સુધારો કરવામાં આવ્યો
Live TV
-
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે નોંધણી પ્રમાણપત્ર જારી કરવા અથવા નવીનીકરણ માટે બેટરી સંચાલિત વાહનોને ફી ચૂકવવામાંથી મુક્તિ આપવાની દરખાસ્ત કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 27 મે 2021ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત, સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ, 1989માં બીજો સુધારો કરવામાં આવ્યો છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અથવા નવી નોંધણી કરાવવા માટે બેટરી સંચાલિત વાહનોને ફી ચૂકવવામાંથી મુક્તિ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સૂચના ઇ-ગતિશીલતા (ઈ-મોબીલીટી)ને પ્રોત્સાહન આપવા માટે જારી કરવામાં આવી છે. આ અંગે સામાન્ય લોકો અને તમામ હોદ્દેદારો પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યા છે, જે અધિસૂચનાનો મુસદ્દો બહાર પડ્યાના ત્રીસ દિવસની અંદર આપવા પડશે.
