ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરી નું મોટાપાયે વાવેતર
Live TV
-
ડાંગ જિલ્લામાં બાગાયતી પાકો ના નવતર પ્રયોગ તરીકે સ્ટ્રોબેરી નું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યુ છે. લહાન દભાસના સ્ટ્રોબેરી પકવતા મોતીરામભાઈ સોમાભાઈ તથા કહડોલ ઘોડી ગામના દેવાજુંભાઈએ સફળ ખેતી કરી અન્યોને પ્રેરણા પુરી પાડી છે, તાજેતરમાં ડાંગના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરી આર્થિક રીતે પગભર બન્યા છે. ડાંગ જિલ્લાના લહાન દભાસ ગામે 8 ખેડૂતો સહિત અન્ય 50 થી વધુ ખેડૂતોએ પણ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. બાગાયતી પાકોમાં સ્ટ્રોબેરી ની ખેતી કરી ડાંગના ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનની સાથે જુદીજુદી યોજનાઓના સમન્વય થી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે.
