સોનગઢનો કિલ્લો જર્જરિત હાલતમાં
Live TV
-
19થી 25 નવેમ્બર સુધી વિશ્વ હેરિટેજ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે વાત કરીએ તાપી જિલ્લાના સોનગઢમાં આવેલા કિલ્લાની. સોનાગઢમાં આવેલા કિલ્લાનું નિર્માણ 1728 - 29માં થયું હતું. મેવાસી ભીલોને હરાવીને પીલાજીરાવ ગાયકવાડે 1791માં માનગઢ જીત્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્ર સીમા ઉપર સુરક્ષા ચોકીના રૂપમાં આ કિલ્લાનું નિર્માણ થયું હતું. આ ધરોહર સમાન કિલ્લો જર્જરિત હાલતમાં છે. સરકાર આ કિલ્લાની મરમ્મત કરાવે તેવી માંગ અહીની મુલાકાત લેતા પર્યટકોની છે.
