તિલકવાડા ખાતે ભાથીજી મહારાજના મંદિરે ભાતીગળ મેળો
Live TV
-
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલા ભાદરવા ગામે 300 ફૂટ ઊંચી ટેકરી છે, જ્યાં ભાથીજી મહારાજનું મંદિર સ્થિત છે. આ મંદિર ખાતે કારતર માસની ચૌદસ થી પુનમ સુધી ભાતીગળ મેળો ભરાય છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં આવતા દર્શનાર્થીઓ લાકડાં માંથી બનાવેલા ઘોડા મંદિરે ચડાવે છે. ઉપરાંત આદિવાસી સમાજની માન્યતા પ્રમાણે જે લોકોએ ભાથીજી મહારાજની માનતા માની હોય અને તેમની માનતા પુરી થાય તો તે પુરૂષો મહિલાઓનો વેશ ધારણ કરી પોતાની આસ્થા ભાથીજી મહારાજ પ્રત્યે વ્યક્ત કરતા જોવા મળે છે.
