તાઉ'તે વાવાઝોડાની અસરઃ અમરેલીના રાજુલા, જાફરાબાદ અને શિયાળ બેટમાં સ્થિતિ ખરાબ
Live TV
-
શિયાળબેટ ગામના માછીમારી કરતા લોકોની હાલત ખૂબ ખરાબ થઈ છે. વાવઝોડા પહેલાં દરિયાકીનારે લાંગરેલી બોટોમાં ભારે નુકસાન થયું છે.
શિયાળબેટ ગામના માછીમારી કરતા લોકોની હાલત ખૂબ ખરાબ થઈ છે. વાવઝોડા પહેલાં દરિયાકીનારે લાંગરેલી બોટોમાં ભારે નુકસાન થયું છે. માછીમારોના જીવનનિર્વાહ માટે જરુરી સાધન ગણાતી હોડી જ ટુટી જતાં માછીમારોને પોતાના ભવિષ્યની ચિંતા છે. આ સમયે મુખ્યમંત્રીએ માછીમારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને રાહત આપવાની ખાત્રી કરી છે.
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા રાહત કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જે વિસ્તારમાં નુકશાન થયુ છે ત્યાં પણ જન જીવન જલ્દી થાળે પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જો કે જે રીતે નુકશાન થયું છે તેના લીધે લોકો હજુ પણ એ સમય યાદ કરીને ડરી જાય છે. તો બીજી તરફ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને પાણીનો પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે સ્થાનિક આગેવાનો દ્વારા સરકાર દ્વારા સંકલનની કામગીરી કરવામાં આવી રહી છે.
