રાજકોટઃ ઓક્સિજન સિલિન્ડરની માંગમાં થયેલો મોટો ઘટાડો દર્શાવે છે કોરોના કેસ ઘટ્યા
Live TV
-
રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માંગ ખૂબ જ વધી હતી. શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઑ દ્વારા માત્ર ડીપોઝીટ સાથે વિનામૂલ્યે ઓક્સિજન સિલીન્ડર વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માંગ ખૂબ જ વધી હતી. શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઑ દ્વારા માત્ર ડીપોઝીટ સાથે વિનામૂલ્યે ઓક્સિજન સિલીન્ડર વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
દર્દીઓની અને તેમના સગાની સ્થિતિ એ સમયમાં હૃદયદ્રાવક બનતી હતી. ઑક્સીજન સિલિન્ડર લેવા લોકો ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યા હતા. એ સમયમાં ઘણી સામાજિક સંસ્થાઑ મદદ માટે આગળ આવી હતી અને લોકોને ડિપોઝિટ પર ઑક્સીજન સિલિન્ડર આપવામાં આવતા હતા. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે ત્યારે ઑક્સીજન સિલિન્ડરની ડિમાન્ડ પણ ઘટી છે. પહેલા રોજના 500 ઑક્સીજન સિલિન્ડરની માંગ રહેતી હતી જેની સામે હાલ ફક્ત 40 થી 50 ઑક્સીજન સિલિન્ડરની માંગ છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઑક્સીજન સિલિન્ડર લેવા માટે રોજના 1000 જેટલા તો ફોન કોલ્સ આવતા હતા. જેમાં હવે ઘણો ઘટાડો આવ્યો છે. હાલ ફક્ત 40-50 ફોન કોલ્સ આવે છે. હાલ બોલબાલા ટ્રસ્ટના મીલપરા સ્થિત કાર્યાલય ૫૨ ઓક્સિજન સિલીન્ડર વિતરણ ચાલુ છે.