Skip to main content
Settings Settings for Dark

તાઉ તે વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢમાં બાગાયતી પાકોને ભારે નુકસાન

Live TV

X
  • તાઉ તે વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢમાં બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ છે. માંગરોળ અને માળિયા હાટીના-મા ભારે પવનને કારણે નારિયેળીના વૃક્ષો પડી ભાંગ્યા છે. મોટી સંખ્યામાં વૃક્ષો પડી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સૌથી વધુ નુકસાન કેસર કેરીના પાકને થયુ છે. કેરીના પાકનો સફાયો બોલાયો છે. રુદલપુર અને માંગરોળના આસપાસના વિસ્તારોમાં ઉભા પાકમાં ભારે નુકસાન જોવા મળ્યુ છે. ખેતીમાં ભારે નુકસાન થતા ખેડૂતોએ સરકાર દ્વારા સહાયની માગ કરી છે. આ ઉપરાંત ગામોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે. માંગરોળ તાલુકામાં 30 થી વધુ વીજ-પોલ ધરાશાયી થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply