મહેસાણાઃ કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
Live TV
-
રાજ્યમાં તાઉ તે વાવાઝોડુ ત્રાટકી ચૂક્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારો સહિત આસપાસના વિસ્તારોમાં પણ તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ત્યારે વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં બહુચરાજી સતલા-સણા, કડી અને જોટાણા પંથકમાં વરસાદ પડ્યો છે. વાવાઝોડાની દહેશતને પગલે કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. સરપંચો તથા તલાટીઓને પણ એલર્ટ રહેવા સૂચન કર્યુ છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં પણ ઑક્સિજનની પૂરતી સુવિધા કરી દેવામાં આવી છે સાથે જ ગ્રામ્ય વિસ્તારના લોકો જાતે જ જનતા કર્ફ્યુ રાખે તેવી કલેક્ટરે અપીલ પણ કરી છે.
