રાજ્યમાં પડતર માગણીઓને લઇને હડતાળ પર જનારા આરોગ્યકર્મીઓને ફરજ પર પાછા ફરવા જયંતિ રવિએ તાકીદ કરી
Live TV
-
રાજ્યમાં પડતર માગણીઓને લઇને હડતાળ પર જનારા આરોગ્યકર્મીઓને ફરજ પર પાછા ફરવા જયંતિ રવિએ તાકીદ કરી છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે હડતાળ પર જનારા કર્મીઓ હાજર નહી થાય તો તેઓની સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે આરોગ્ય કર્મીઓની માગ વ્યાજબી હોય તો પણ આ સમયે હડતાળ પર જવુ યોગ્ય નથી. આ તેઓની બેજવાબદારી હોવાનુ સાબિત થયુ છે. મહત્વનુ છે કે નર્સિંગ સાથે જોડાયેલ સી.પી.એચ.આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પરના આરોગ્યકર્મીઓ પડતર માગણીઓ ન સંતોષાતા વિરોધ નોંધાવી રહ્યાં છે.
