Skip to main content
Settings Settings for Dark

તાઉ-તે વાવાઝોડાને લીધે રાજ્યમાં થયેલા નુકસાનની સહાય અંગે વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી

Live TV

X
  • તાઉ- તે વાવાઝોડાને લીધે રાજ્યમાં થયેલા નુકસાનની સહાય અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે આગોતરા આયોજનને પગલે આપણે બચી ગયા છીએ, પ્રધાનમંત્રીએ 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. દસ દિવસની અંદર બ્લોક થયેલા તમામ રસ્તા ચાલુ થઈ ગયા છે, સૌથી વધુ નુકશાન જી.ઈ.બીને થયું છે. માત્ર 6 દિવસમાં 10 હજાર ગામોને વીજળી પુનઃ શરૂ કરી દેવામાં આવી છે તો સવા બે લાખ લોકોને 10 કરોડના કેશડોલ ચૂકવવામાં આવ્યા છે. ઘરવખરી માટે કુટુંબ દિઠ 7 હજાર રૂપિયા આપવાનાં હતા જે 15 હજાર કુટુંબને આપી દેવાયા છે. આ સાથે તેમણે સંપૂર્ણ મકાન તૂટે તો 95 હજાર તથા 35 ટકા નુકશાન થયું હોય તો 25 હજાર અને ઝુંપડા માટે 10 હજાર રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેમણે ખેડુતોના હિતમાં જણાવ્યુ કે ખેતીને વધુ નુકશાન થયું છે જેથી ઝડપી સરવે કરીને ખેડુતોને સહાય આપવામા આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply