ABVP દ્વારા ગ્રામ સંજીવની અભિયાનની શરૂઆત કરવામાં આવી
Live TV
-
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે ...ઓક્સિજન લેવલ અને બોડી ટેમ્પરેચર માપી કોવિડ શંકાસ્પદ લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી રહ્યા છે... જાગૃતતા માટે ગ્રામ્ય વિસ્તારમાં અને સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક દવાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે... આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના આસપાસના વાંચ, એનાસણ, ધામતવાં, જાસપુર, ચેનપુર, જેતલપુર વગેરે ગામોમાં મેડિકલ સ્ક્રિનિંગ કરાવ્યું હતું ..જેમાં કુલ ૧૮ ગામમાં સાત ટીમમાં 45 કાર્યકર્તાઓ દ્વારા 1882 ઘરો માં 5648 લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું ..આગામી એક અઠવાડિયા સુધી આ અભિયાન ચાલુ રહેશે.
