તાપી જિલ્લામાં 'જનની શીશુ સુરક્ષા યોજના' પરિવારો માટે બની આશીર્વાદરૂપ
Live TV
-
મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં કુપોષણ જોવા મળે છે. સરકારની “જનની શીશુ સુરક્ષા યોજના પરિવારો માટે આશીર્વાદરૂપ પૂરવાર થઇ છે. આ યોજના અંતર્ગત મહિલાઓને ગર્ભધારણથી લઇ બાળક જન્મે ત્યાં સુધી દરેક સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. સરકારનું “ઇન્ફ્ન્ટ સર્વાઇવલ”-અભિયાન જેમાં દેશના કોઇ પણ ખૂણામાં નવજાત બાળકનું મૃત્યુ ન થાય તેની તકેદારી રખાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ તાપી જિલ્લામાં વ્યારાની જનરલ હોસ્પિટલના તબીબોએ પૂરું પાડ્યુ છે. આ સાથે ગરીબ દર્દીઓએ સરકારની આ યોજના થકી સંપૂર્ણ સારવાર મફત મળતા ડૉક્ટરોની સાથે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
