Skip to main content
Settings Settings for Dark

રાજ્યના પોલીસ વિભાગને બનાવવામાં આવી રહ્યુ છે ડિજિટલ

Live TV

X
  • રાજ્યના પોલીસ વિભાગને ડિજિટલ બનાવવામાં આવી રહ્યુ છે. તેના ભાગ રૂપે વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિંઘ દ્વારા શહેરના ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમનો ભંગ કરતા કસૂરવારો પાસેથી દંડની વસુલાત માટે POS મશીનોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ પ્રકારના 120 સરળ અને હાથવગા યંત્રોનો ઉપયોગ હવે ટ્રાફિક શાખા દ્વારા દંડની વસુલાત માટે કરવામાં આવશે. જેના લીધે દંડ ભરવા અને સ્વીકારવાની સરળતા વધશે. સમાધાનની રકમ હવે ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, QR કોડ, ભીમ એપ જેવા વિકલ્પોથી ઓનલાઇન અને તત્કાળ ભરી શકાશે. આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિંઘ ઉપરાંત ક્રાઈમ અને ટ્રાફિક વિભાગના અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply