સેવા એ જ સંગઠન 2: દ્વારકામાં દોઢ લાખ લોકોના વીમાનું વાર્ષિક પ્રીમિયમ ભરશે ભાજપના આગેવાનો
Live TV
-
કેન્દ્ર સરકારને 7 વર્ષ પૂર્ણ થતા દ્વારકા વિધાનસભાના અંદાજે દોઢ લાખ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ મળશે. આ તકે ગુજરાત પ્રદેશનાં મહામંત્રી એવા વિનોદ ચાવડાનો વિશેષ પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારને 7 વર્ષ પૂર્ણ થતા દ્વારકા તાલુકાના અનેક સ્થળો પર વિવિધ સેવા કાર્યો જેવા કે બ્લડ કેમ્પ, જગત મંદિરે નૂતન ધ્વજા આરોહણ અને તુલા દાન, માસ્ક વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા ઉપરાંત દ્વારકાના ગામોમાં વડાપ્રધાન સુરક્ષા વીમા યોજનામાં અંદાજે દોઢ લાખ લોકોને આ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભરવામાં આવશે. માત્ર એક જ મહિનામાં આ સંકલ્પ પૂરો કરી લોકોને વીમા યોજનાના લાભાર્થી બનાવવામાં આવશે. જેમાં રૂપિયા બે લાખનો અકસ્માત વીમો કવર થશે. આ તકે વિનોદ ચાવડા, સાંસદ પૂનમબેન માડમ, પબુભા માણેક, જિલ્લા ભાજપ અધ્યક્ષ ખીમ ભાઈ જોગલ, મયુર ગઢવી, મુળુ ભાઈ બેરા સહિતના અનેક ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા.
