ત્રિ-મંદિર ખાતે 111મા જન્મજયંતી ઉત્સવમાં CM રૂપાણી રહ્યા હાજર
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અડાલજમાં ત્રિમંદિર ખાતે યોજાઈ રહેલ દાદા ભગવાનનો 111મો જન્મજયંતી ઉત્સવ દરમ્યાન ઉપસ્થીત રહ્યા હતા.આ પ્રસંગે તેમણે આશા વ્યકત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતની ધરતી પર આધ્યાત્મિક ચેતના અને દિવ્યતાના સંસ્કાર ઉજાગર કરનારો આ મહોત્સવ બની રહેશે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું, કે ગુજરાતની ધરતી સંતો અને મનીષીઓના આશિષ અને જન સહયોગની શકિતથી દેશની આધ્યાત્મિકતા, દિવ્યતા અને વિકાસશીલતામાં અગ્રેસર રહેશે.
મુખ્યમંત્રીએ આ અંગે પોતાનો મત સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે સ્વથી ઉપર ઉઠી સમષ્ટિનો વિચાર, અને કામ-લોભ-મોહથી પર રહી મોક્ષપ્રાપ્તિ, તેમજ આત્મિક જ્ઞાન સાથે વિજ્ઞાન જોડીને સત્ય તરફ ગતિ કરવામાં આવા ધર્મ-ઉત્સવો પ્રેરણારૂપ બને છે. તેવા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
