દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
Live TV
-
ડાંગ, તાપી, મહીસાગર, વલસાડ, સુરત સહિતના વિસ્તારમાં વરસાદ.અંબિકા નદી પરનો કોઝ વે પાણીમાં ગરકાવ,સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે..સૌથી વધુ ડાંગના વઘઇમાં અગિયાર ઇંચ વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયા હતા..ડાંગમાં વરસાદે જોરદાર બેટિંગ કરીને હાલ વિરામ લીધો છે પણ અંબિકા નદી પર આવેલા નાના કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદમાં સૌથી વધુ વઘઇમાં 11.76 ઇંચ વરસાદ નોંધાયો છે.વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદની વાત કરીએ તો ઉમરગામમાં 06 મીમી, પારડીમાં 1.28 ઇંચ, ધરમપુરમાં 2.52 ઇંચ, વાપીમાં 13 મીમી, વલસાડમાં 19 મીમી અને જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અત્યારે જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે.સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં બારડોલીમાં 60 મિમી, ચોર્યાસીમાં 29 મિમી, કામરેજમાં 24 મિમી, મહુવામાં 37 મિમી, માંડવીમાં 15 મિમી, માંગરોળમાં 16 મિમી, પલસાણામાં 61 મિમી, ઓલપાડમાં 32 મિમી, ઉમરપાડામાં 52 મિમી, સુરત સીટીમાં 40 મિમી નોંધાયો છે. ઉકાઈડેમમાં 279.32 ફુટ ઇનફલો 18649 ક્યુસેક ઓઉટફલો 600 ક્યુસેક પાણી નોંધાયુ છે.તો આ તરફ 24 કલાક દરમ્યાનમાં આહવાાં 6 ઇંચ, વઘઇમાં 11.76 ઇંચ, સુબિરમાં 7 ઇંચ, સાપુતારામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે.વલસાડ જીલ્લા અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પારડીની કોલક નદી છલોછલ ઉભરાઈને બંને કાઠે વહી હતી. નદીંમાં પાણીનો વધારો થતાં અરનાલા ગામે નદી પર બનાવવામાં આવેલો નીચાણવાળો કોઝવે ગરક થઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જેને કારણે વાહન ચાકો સહિત લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોઝવે બંધ થઈ જતાં એક ગામથી બીજા ગામનો સંપર્ક પણ તૂટી ગયો હતો.તો આ તરફ મહિસાગર જિલ્લાના લુણાવાડામાં વહેલી સવારે ધીમીધારે વરસાદ પડ્યો હતો..તો સૌરાષ્ટ્રમાં મોરબીમાં વહેલી સવારે વરસાદે એન્ટ્રી મારી હતી
